વધુ છ મહિના મફત રાશન મળશે, સરકારે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી

વધુ છ મહિના મફત રાશન મળશે, સરકારે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી

26મી માર્ચ, 2022 શનિવાર

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે
કેબિનેટ બેઠક બાદ
‘PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાને
વધુ છ મહિના લંબાવવાની જાહેરાત કરી છે. આ યોજના 31 માર્ચે સમાપ્ત થઈ રહી હતી હવે
સપ્ટેમ્બર સુધી મફત દેશના કરોડો જરૂરિયાતમંદોને રાશન મળશે.

પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘ભારતની શક્તિ દેશના દરેક નાગરિકની શક્તિમાં રહેલી છે. આ શક્તિને વધુ
મજબૂત કરવા માટે સરકારે સપ્ટેમ્બર 2022 સુધી વધુ છ મહિના માટે પ્રધાનમંત્રી ગરીબ
કલ્યાણ અન્ન યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. દેશના 80 કરોડથી વધુ લોકો
પહેલાની જેમ તેનો લાભ લઈ શકશે.


 

શું છે PMGKAY :

આ સરકારી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર ગરીબ
પરિવારોને 1003 લાખ ટન અનાજનું વિતરણ કરશે
, જેનો
અંદાજિત ખર્ચ 3.4 લાખ કરોડ રૂપિયા છે. કોરોના મહામારી શરૂ થયા બાદ ગરીબ પરિવારોને
મફત અનાજ આપવા માટે સરકારે માર્ચ
,
2020માં આ યોજના શરૂ કરી હતી. રાષ્ટ્રીય ખાદ્ય
સુરક્ષા કાયદા હેઠળ 80 કરોડથી વધુ લાભાર્થીઓને મફત રાશન આપવામાં આવ્યું હતું.

આ યોજના હેઠળ દર મહિને વ્યક્તિ દીઠ પાંચ કિલો
અનાજ વિનામૂલ્યે આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના પાંચ તબક્કાઓ ચલાવવામાં
આવ્યા છે. ખાદ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કુલ 759 લાખ ટન
અનાજનું વિતરણ કર્યું છે જેમાં 80 કરોડથી વધુ લોકોને ફાયદો થશે.

Share: