×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વધુ એક એરપોર્ટનું નામકરણ, 'મન કી બાત'માં આપ્યું શહીદ ભગત સિંહનું નામ


- ભગત સિંહની જયંતી પહેલા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો

નવી દિલ્હી, તા. 25 સપ્ટેમ્બર 2022, રવિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં આઝાદીના અમૃત મહોત્સવ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય સહિત અનેક વિષયોને આવરીને ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે શહીદ-એ-આઝમ ભગત સિંહને પણ યાદ કર્યા હતા અને ચંદીગઢ એરપોર્ટનું નામકરણ શહીદ ભગત સિંહના નામ પરથી કરવાની જાહેરાત કરી હતી. 

વડાપ્રધાને જણાવ્યું કે, આજથી 3 દિવસ બાદ, 28મી સપ્ટેમ્બરના રોજ આઝાદીના અમૃત મહોત્સવનો એક વિશેષ દિવસ આવી રહ્યો છે. તે દિવસે ભગત સિંહની જયંતી ઉજવાશે. ભગત સિંહની જયંતી પહેલા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગત સિંહના નામ પરથી રાખવામાં આવશે. 

વડાપ્રધાન મોદીએ ચંદીગઢ, પંજાબ અને હરિયાણા ઉપરાંત દેશવાસીઓને પણ આ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ ઘણાં લાંબા સમયથી આની રાહ જોવાઈ રહી હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમણે દીનદયાળ ઉપાધ્યાયને પણ યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, દીનદયાળ એમ કહેતા કે દેશની પ્રગતિનું પ્રમાણ છેવાડાનો માનવી હોય છે. આઝાદીના અમૃતકાળમાં આપણે દીનદયાળ ઉપાધ્યાયને જેટલા વધારે જાણીશું, એમના પાસેથી જેટલું વધારે શીખીશું એટલું જ ભવિષ્યમાં આપણને સૌને પ્રેરણા મળશે. આઝાદી બાદ દેશમાં જે હીનભાવના હતી તેમાંથી આઝાદી અપાવીને પંડિત દીનદયાળ ઉપાધ્યાયે આપણી બૌદ્ધિક ચેતનાને જાગૃત કરી છે.