લ્યો બોલો! CM નિતિશ કુમાર વિરૂધ્ધ FIR નોંધાવવા પહોચ્યા પુર્વ IAS અધિકારી, જાણો વિગત

લ્યો બોલો! CM નિતિશ કુમાર વિરૂધ્ધ FIR નોંધાવવા પહોચ્યા પુર્વ IAS અધિકારી, જાણો વિગત

પટણા, 17 જુલાઇ 2021 શનિવાર

બિહારના રાજકારણમાં હડકંપ મચી ગયો, જ્યારે IAS અધિકારી સીએમ નીતિશ કુમાર વિરુદ્ધ FIR નોંધાવવા માટે પહોંચી ગયા.  IAS અધિકારીનું નામ સુધીર કુમાર છે જે બીપીએસસી પેપર લીક કેસમાં વર્ષ 2017 માં જેલમાં ગયા હતાં. શુક્રવારે તે બિહારના મુખ્યમંત્રી વિરુદ્ધ FIR નોંધાવવા પટણાના એસસીએસટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ તેમની તરફથી કહેવામાં આવ્યું કે તેઓ આ FIR નોંધાવી શક્યા નહીં.

સુધીર કુમાર બિહાર કર્મચારી પસંદગી આયોગનાં પુર્વ અધ્યક્ષ રહી ચુક્યા છે, તેમના પર આરોપ છે કે વર્ષ 2014માં અધ્યક્ષ રહેવા દરમિયાન ઇન્ટર સ્તરની પરીક્ષાનું પેપર લીક થયું હતું, અને તે માટે તેમને દોષિત ઠરાવવામાં આવ્યા હતાં, આ કેસમાં વર્ષ 2017માં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેમની ધરપકડ પણ થઇ હતી, હવે 4 વર્ષ બાદ અચાનક જ SC/ST પોલીસ સ્ટેશન પહોચ્યા બાદ ફરી તેઓ ચર્ચામાં આવ્યા છે.

આ કેસમાં SC/ST પોલીસ સ્ટેશનનાં ઇન્સપેક્ટરે મિડિયાને જણાવ્યું કે અધિકારીનું નિવેદન લઇ લેવામાં આવ્યું છે, અને તપાસ બાદ કાયદાકિય કાર્યવાહી  જે થતી હશે તે કરવામાં આવશે.

Share: