લ્યો! ફરી ઈન્ડિગોની ફ્લાઈટમાં યાત્રીએ ઇમરજન્સી ગેટ સાથે કર્યા ચેડાં, એ પણ ચાલુ ઉડાને

લ્યો! ફરી ઈન્ડિગોની ફ્લાઈટમાં યાત્રીએ ઇમરજન્સી ગેટ સાથે કર્યા ચેડાં, એ પણ ચાલુ ઉડાને
image  : Twitter

નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી, 2023

ઈન્ડિગો એરલાઇન્સની નાગપુરથી મુંબઈ જતી ફ્લાઈટમાં એક યાત્રીએ આજે ઈમરજન્સી ગેટના કવરને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે આવી હરકત પણ એવા સમયે કરી જ્યારે વિમાન હવામાં હતું અને લેન્ડિંગ થવાનું હતું.

આ મામલે બોર્ડના ચાલક દળે કેપ્ટનને એલર્ટ મોકલ્યો

આ મામલે બોર્ડના ચાલક દળે કેપ્ટનને એલર્ટ મોકલ્યો અને યાત્રીને આ મામલે ચેતવણી અપાઈ હતી. ઈન્ડિગોએ દાવો કર્યો કે ફ્લાઈટના સુરક્ષિત સંચાલન સાથે કોઈ સમજૂતી નહોતી કરાઈ અને ઈમરજન્સી ગેટ સાથે અનધિકૃત ચેડાં બદલ યાત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. 

અગાઉ તો ગેટ જ ખોલી નાખ્યું હતું

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં એર ઈન્ડિયામાં સહયાત્રીઓ પર પેશાબ કરવાની ઘટનાઓ બની હતી અને તે પહેલા ભાજપના નેતા તેજસ્વી સૂર્યા દ્વારા પણ વિમાનનું ઈમરજન્સી ગેટ ખોલી નાખવાની ઘટના બની હતી. જોકે તે સમયે વિમાને ઉડાન ભરી નહોતી એટલે કોઈ મોટી હોનારત થતા ટળી ગઈ હતી. આ મામલે પણ દેશભરમાં ચર્ચા થઇ હતી. 

Share: