લોહિયાળ સંઘર્ષ વચ્ચે અફઘાન રાષ્ટ્રપતિ ગનીએ આજે ​​રાષ્ટ્રને સંબોધન કર્યું, કહીં આ વાત

લોહિયાળ સંઘર્ષ વચ્ચે અફઘાન રાષ્ટ્રપતિ ગનીએ આજે ​​રાષ્ટ્રને સંબોધન કર્યું, કહીં આ વાત

કાબુલ, 14 ઓગસ્ટ 2021 શનિવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનના વધતા આતંક વચ્ચે રાષ્ટ્રપતિ અશરફ ગનીએ આજે ​​રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં અસ્થિરતાનો ગંભીર ખતરો છે. તે સાથે જ, તેમણે અફઘાન લોકોને ખાતરી આપી કે ભવિષ્યમાં તેને રોકવામાં આવશે. અશરફ ગની, તેમણે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે મોટા પાયે વિચાર-વિમર્શ શરૂ કરવાની વાત કહીં છે. જે પણ પરિણામ આવશે, તે અંગે ટૂંક સમયમાં જ લોકોને જાણ કરવામાં આવશે.

મિડિયા રિપોર્ટ મુજબ, રાષ્ટ્રને નામ તેમના સંબોધનમાં, રાષ્ટ્રપતિ ગનીએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં, અફઘાન સુરક્ષા અને સંરક્ષણ દળોનું પુન: સંગઠન અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

“હું તમને ખાતરી આપું છું કે તમારા રાષ્ટ્રપતિ તરીકે મારું ધ્યાન અસ્થિરતા, હિંસા અને લોકોનું સ્થળાંત્તર રોકવા પર છે. હું વધુ હત્યાઓ, પાછલા 20 વર્ષની સિદ્ધિઓને નુકસાન અને જાહેર સંપત્તિના વિનાશ માટે અફઘાનો પર લાદવામાં આવેલા યુદ્ધને મંજૂરી આપીશ નહીં.

Share: