લોકોને ઉલ્લુ બનાવવાનુ બંધ કરે સરકાર, પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડા પર બોલ્યા રાહુલ ગાંધી

લોકોને ઉલ્લુ બનાવવાનુ બંધ કરે સરકાર, પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડા પર બોલ્યા રાહુલ ગાંધી

(તસવીર માર્ચ મહિનાના અંતમાં રાહુલ ગાંધીએ દિલ્હી ખાતે ઈંધણના ભાવવધારાના વિરોધમાં બાઈક અને ગેસ સિલિન્ડરને ફૂલહાર ચઢાવ્યો હતો તે સમયની છે.)

નવી દિલ્હી, તા. 22 મે 2022

કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં લગભગ આઠ રુપિયા અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં છ રુપિયાનો ઘટાડો કર્યો છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ઘટાડાને લઈને પણ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકારે લોકોને મૂર્ખ બનાવવાનુ બંધ કરવુ જોઈએ અને મોંઘવારીથી હેરાન થયેલા લોકોને ખરા અર્થમાં રાહત આપવી જોઈએ.

રાહુલ ગાંધીએ સરકાર કેવી રીતે લોકોને મૂર્ખ બનાવે છે તેવી પોતાની દલીલના સપોર્ટમાં આંકડા રજૂ કર્યા છે. તેમણે કહ્યુ હતુ કે, એક મે,2002ના રોજ પેટ્રોલનો ભાવ 69.5 રુપિયા પ્રતિ લિટર હતો. આ વર્ષે એક માર્ચે પેટ્રોલનો ભાવ 95.4 રુપિયા પ્રતિ લિટર અને એક મેના રોજ 105.4 રુપિયા પ્રતિ લીટર થયો હતો. સરકારે હવે રેટ આજે 96.7 રુપિયા પ્રતિ લીટર કરી દીધો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, સરકાર પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ સતત વધારે છે અને એ પછી થોડો ભાવ ઘટાડીને લોકોની આંખમાં ધૂળ નાંખવાનુ કામ કરે છે.

Share: