લોકપ્રતિનિધિત્વ કાયદાની એ જ કલમને સુપ્રીમકોર્ટમાં પડકારાઈ જેણે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લીધું

લોકપ્રતિનિધિત્વ કાયદાની એ જ કલમને સુપ્રીમકોર્ટમાં પડકારાઈ જેણે રાહુલ ગાંધીનું સાંસદ પદ છીનવી લીધું

image : Twitter

મોદી સરનેમ અંગે ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવતા તેના બીજા દિવસે જ લોકસભાના સચિવાલય દ્વારા તેમનું સાંસદ પદ રદ કરતી નોટિફિકેશન પણ જાહેર કરી દેવામાં આવી હતી. તેનાથી રાહુલ ગાંધીને અયોગ્ય જાહેર કરી દેવાયા હતા. હવે શનિવારે સુપ્રીમકોર્ટમાં આ મામલે એક અરજી દાખલ કરવામાં આવી હતી. 

અરજીમાં શું માગ કરાઈ છે? 

આ અરજીમાં માગ કરવામાં આવી છે કે વિધાનસભા કે સંસદના ચૂંટાયેલા પ્રતિનિધિઓને દોષિત ઠેરવાયા બાદ તેમને આપમેળે અયોગ્ય જાહેર ન કરવામાં આવે. સુપ્રીમકોર્ટમાં દાખલ આ અરજીમાં લોકપ્રતિનિધિત્વ  કાયદાની કલમ  8(3)ની બંધારણીય કાયદેસરતાને પડકારવામાં આવી છે જે હેઠળ કોઈપણ કેસમાં કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાતા લોકપ્રતિનિધિનું સંસદ કે વિધાનસભામાં સભ્યપદ આપમેળે રદ કરી દેવામાં આવે છે.

Share: