×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લાલુ અને મુલાયમની 'ચાય પર ચર્ચા', રાજદ પ્રમુખે કહ્યું- દેશને સમાજવાદની જરૂર


- ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે ટ્વીટર પર બંને દિગ્ગજોની મુલાકાતની તસવીર શેર કરી

નવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ, 2021, સોમવાર

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ વધવા લાગી છે. સોમવારે નવી દિલ્હી ખાતે સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવે રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુલાકાત લીધી હતી. 

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સોમવારે ટ્વીટર પર બંને દિગ્ગજોની મુલાકાતની તસવીર શેર કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુલાયમ સિંહ યાદવે સોમવારે સંસદના સત્રમાં પણ ભાગ લીધો હતો. અખિલેશે જે ફોટો શેર કર્યો હતો તેમાં બંને નેતા ચા પીતા જોવા મળ્યા હતા. 

લાલુ યાદવની ટ્વીટ

આ મુલાકાત બાદ લાલુ યાદવે પણ ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, દેશના વરિષ્ઠતમ સમાજવાદી સાથી આદરણીય શ્રી મુલાયમ સિંહ જીની મુલાકાત લઈને તેમના ક્ષેમકુશળ જાણ્યા. સાથે જ તેમણે ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓની નોંધ પણ લખી હતી. અંતમાં તેમણે આજે દેશને પૂંજીવાદ અને સમ્પ્રદાયવાદની નહીં પણ લોકસમતા અને સમાજવાદની અત્યંત જરૂર છે તેમ લખ્યું હતું. 

જામીન પર બહાર આવેલા લાલુ પ્રસાદ યાદવ હાલ નવી દિલ્હી ખાતે પોતાની દીકરી અને સાંસદ મીસા ભારતીના ઘરે રોકાયા છે. હાલ તેમણે મુલાકાતોનો દોર શરૂ કરી દીધો છે. થોડા દિવસ પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રમુખ શરદ પવારે પણ લાલુ યાદવની મુલાકાત લીધી હતી.