લતા મંગેશકરના અવસાન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક, સાંજે શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર

લતા મંગેશકરના અવસાન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક, સાંજે શિવાજી પાર્ક ખાતે અંતિમ સંસ્કાર


– તેમને સન્માન આપવા માટે રાષ્ટ્રીય ધ્વજને 2 દિવસ સુધી અડધી કાઠીએ રાખવામાં આવશે

મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર

સ્વરકોકિલા અને ભારત રત્ન લતા મંગેશકર (92)નું 6 ફેબ્રુઆરી, 2022ના રોજ અવસાન થયું છે. લતા મંગેશકર 28 દિવસ પહેલા કોરોના સંક્રમિત થયા હતા અને ત્યાર બાદ તેમને બ્રિચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેન્દ્ર સરકારે લતા મંગેશકરના અવસાન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. રવિવારે સાંજના સમયે શિવાજી પાર્ક ખાતે લતા મંગેશકરના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

રવિવારે બપોરે 12:00 વાગ્યાથી 03:00 વાગ્યા સુધી લતા મંગેશકરના પાર્થિવ શરીરને તેમના પેડર રોડ સ્થિત આવાસ પ્રભુ કુંજમાં રાખવામાં આવશે. ત્યાર બાદ સાંજે 04:30 કલાકે પાર્થિવ શરીરને શિવાજી પાર્ક લઈ જવામાં આવશે. સાંજે શિવાજી પાર્ક ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

2 દિવસનો રાષ્ટ્રીય શોક

કેન્દ્ર સરકારે લતા મંગેશકરના અવસાન પર 2 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. તેમને સન્માન આપવા માટે રાષ્ટ્રીય ધ્વજને 2 દિવસ સુધી અડધી કાઠીએ રાખવામાં આવશે. 

Share: