રોકાણકારોની સંપત્તિ અધધધ… રૂ. 240 લાખ કરોડની ટોચે

રોકાણકારોની સંપત્તિ અધધધ… રૂ. 240 લાખ કરોડની ટોચે


ફોરેન ફંડો ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ખરીદદાર બન્યા : નિફટી 16147 નવા શિખરે

સેન્સેક્સ 873 પોઈન્ટની છલાંગે 53823 નવી ઐતિહાસિક ઊંચાઈએ : એક વર્ષમાં માર્કેટ કેપિટલાઈઝેશન-રોકાણકારોની સંપતિમાં રૂ.94 લાખ કરોડનો જંગી વધારો

મુંબઈ : ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વેચવાલી બાદ આજે  આક્રમક ખરીદદાર બનતાં શેરોમાં સાર્વત્રિક તેજીનું તોફાન થતાં નિફટી ઈન્ડેક્સ પ્રથમ વખત 16000ની સપાટી કુદાવી 16146  અને સેન્સેક્સે 53888નો નવી ઊંચાઈનો ઈતિહાસ રચ્યો હતો.

શેરોમાં ઓલ રાઉન્મડ તેજીએ આજે રોકાણકારોની સંપતિ-બજારનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.3.30 લાખ કરોડ વધીને રૂ.240.04 લાખ કરોડની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયું હતું. માર્કેટ કેપિટલાઈઝેશનમાં એક વર્ષમાં 3,ઓગસ્ટ 2020ની રૂ.146.15 લાખ કરોડથી અત્યાર સુધીમાં રૂ.93.89 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો છે. જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષમાં 4,જાન્યુઆરી 2021ના રૂ.191.69 લાખ કરોડથી અત્યાર સુધીમાં રૂ.47.35 લાખ કરોડનો વધારો થયો છે. 

કોરોના સંક્રમણમાં ઘટાડા અને ફરી દેશ અનલોક થઈ રહ્યો હોઈ આર્થિક-ઔદ્યોગિક ગતિવિધીમાં થઈ રહેલા વધારા અને ચોમાસાની સારી પ્રગતિ સાથે જૂન 2021ના અંતના પ્રથમ ત્રિમાસિકના પરિણામો પ્રોત્સાહક નીવડી રહ્યા હોવા સાથે ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટીને 73.31 ડોલર થવા અને જીએસટી એક્ત્રિકરણમાં થયેલા વધારા  અને નિકાસના પ્રોત્સાહક આંકડા સાથે હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સપ્તાહના અંતમાં શુક્રવારે થનારી ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દર યથાવત રહેવાના અંદાજોએ ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ શેરોમાં મોટાપાયે ખરીદી કરી આજે બજારને નવી વિક્રમી ઊંચાઈએ મૂકી દીધું હતું.  ઈન્ડેક્સ બેઝડ 21,મે 2021 બાદ સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.

સેન્સેક્સ આજે ઈન્ટ્રા-ડે 937.35 પોઈન્ટની છલાંગે 53887.98નો નવો ઈતિહાસ રચી અંતે 872.73 પોઈન્ટ ઉછળીને 53823.36ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ઈન્ટ્રા-ડે 261.75 પોઈન્ટની છલાંગે 16146.90 નવો ઈતિહાસ રચી અંતે 245.60 પોઈન્ટ ઉછળીને 16130.75ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યો હતો.   શેરોમાં આજે તેજીમાં ફાઈનાન્શિયલ, બેંકિંગ શેરોમાં આક્રમક તેજી સાથે આઈટી-સોફટવેર શેરોમાં પણ મોટું તોફાન જોવાયું હતું. 

સેન્સેક્સના 873 પોઈન્ટના ઉછાળામાં એચડીએફસી લિમિટેડનો હિસ્સો 150.20 પોઈન્ટ, ઈન્ફોસીસનો 75.73 પોઈન્ટ, ટીસીએસનો 62.34 પોઈન્ટ, આઈસીઆઈસીઆઈ બેંકનો 53.43 પોઈન્ટ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો 45.23 પોઈન્ટ, હિન્દુસ્તાન યુનિલિવરનો 44.53 પોઈન્ટ, એચડીએફસી બેંકનો 43.38 પોઈન્ટ, એક્સિસ બેંકનો 42.01 પોઈન્ટ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો 40.44 પોઈન્ટ રહ્યો હતો. સેન્સેક્સ, નિફટી નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી જવા સાથે બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ 27232અને મિડ કેપ ઈન્ડેક્સ 23443ની નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચી ગયા હતા.

માર્કેટ કેપિટલાઈઝેશનમાં આજે એચડીએફસી લિમિટેડ સાથે ટીસીએસ, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસીસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, સ્ટેટ બેંકમાં મોટી વૃદ્વિ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની શેરોમાં ઘણા દિવસોથી સતત વેચવાલી રહી હતી. માર્ચ 2020 બાદ જુલાઈમાં સૌથી વધુ રૂ.14088 કરોડનું રોકાણ  પાછું ખેંચ્યુ હતું. જ્યારે મ્યુચ્યુઅલ ફંડો-સ્થાનિક ફંડોએ રૂ.12,000 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું છે. 

સેન્સેક્સના 872 પોઈન્ટના ઉછાળામાં કયા શેરનો કેટલો હિસ્સો

કંપનીનું નામ

કેટલા પોઈન્ટ

એચડીએફસી લિ.

150.20

ઈન્ફોસીસ

75.73

ટીસીએસ

62.34

ICICI બેંક

53.43

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

45.23

હિન્દુસ્તાન યુનિલિવર

44.53

એચડીએફસી બેંક

43.38

એક્સિસ બેંક

42.01

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

40.44

ભારતી એરટેલ

33.26

બજાજ ફાઈનાન્સ

31.22

કોટક બેંક

26.32


માર્કેટ કેપિટલાઈઝેશનમાં ટોચની 10 ભારતીય કંપનીઓ

કંપનીનું નામ

માર્કેટ કેપ

 

(લાખ કરોડમાં)

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ

રૂ.13.45

ટીસીએસ

રૂ.12.14

એચડીએફસી બેંક

રૂ.7.93

ઈન્ફોસીસ

રૂ.7.04

હિન્દુસ્તાન યુનિલિવર

રૂ.5.61

ICICI બેંક

રૂ.4.77

એચડીએફસી લિમિટેડ

રૂ.4.61

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા

રૂ.3.98

બજાજ ફાઈનાન્સ

રૂ.3.81

કોટક મહિન્દ્રા બેંક

રૂ.3.34


નિફ્ટીની 15000 થી 16000ની સફરમાં મેટલ શેરોમાં સૌથી વધુ વળતર 

રોકાણકારોને આ સમયમાં ટાટા સ્ટીલમાં 106 ટકા, જેએસડબલ્યુ સ્ટીલમાં 85 ટકા, હિન્દાલ્કોમાં 70 ટકા વળતર છૂટયું

મુંબઈ : નિફટી 50 ઈન્ડેક્સ આજે 16000ની સપાટી કુદાવી નવા શિખરે પહોંચી જવા સાથે નિફટીની 5,ફેબુ્રઆરી 2021ની 15000ની સપાટીથી 16000ની સફરમાં સૌથી વધુ વળતર મેટલ શેરોમાં રોકાણકારોને મળ્યું છે.

નિફટી 50 શેરોમાં સૌથી વધુ વળતર આપનાર શેરોમાં ટાટા સ્ટીલમાં 106 ટકા, જેએસડબલ્યુ સ્ટીલમાં 85 ટકા અને હિન્દાલ્કોમાં 70 ટકાનું વળતર રોકાણકારોને મળ્યું છે. આ સિવાય યુપીએલ-યુનાઈટેડ ફોસ્ફરસમાં 47.4 ટકા, બજાજ ફિનસર્વમાં 45 ટકા વળતર આપનાર રહ્યા છે.

જ્યારે વિપ્રો, ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ, દિવીઝ લેબોરેટરીઝ અને ટાટા કન્ઝયુમર પ્રોડક્ટસ જેનો નિફટી 50 શેરોમાં 31,માર્ચ 2021ના સમાવેશ કરાયો હતો, એ શેરોમાં આ સમયગાળામાં 28 થી 39 ટકાનું વળતર આપનાર રહ્યા છે. હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં 6 થી 10 ટકાનું વળતર અને ઈન્ફોસીસમાં અપવાદરૂપ 28 ટકાનું વળતર મળ્યું છે. 

અલબત આ સમયગાળામાં કોટક મહિન્દ્રા બેંકના શેરમાં 16 ટકાનો  ઘટાડો અને એચડીએફસી બેંકના શેરમાં 11 ટકા તેમ જ એચડીએફસી લિમિટેડના શેરમાં 10 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે એક્સિસ બેંક અને ટીસીએસના શેરના ભાવ 5,ફેબુ્રઆરી 2021ની તુલનાએ આજે એકંદર સ્થિર રહ્યા છે. 

નિફટી50માં વેઈટેજમાં ટોચના 10 ઈન્ડેક્સ હેવીવેઈટનો હિસ્સો 58 ટકા રહ્યો છે. પાંચ ફેબુ્રઆરી 2021ના ટાટા સ્ટીલનો ભાવ રૂ.685 હતો એ આજે વધીને રૂ.1400, જેએસડબલ્યુ સ્ટીલના શેરનો ભાવ રૂ.402 થી વદીને રૂ.740, હિન્દાલ્કોનો રૂ.262 થી વધીને રૂ.448, યુપીએલનો ભાવ રૂ.536 થી વધીને રૂ.789 રહ્યો છે.

કંપનીનું નામ

ભાવ

ભાવ

વધારો

 

5,ફેબુ્ર.

3,ઓગસ્ટ

ટકામાં

ટાટા સ્ટીલ લિ.

રૂ.685

રૂ.1407

106

જેએસડબલ્યુ સ્ટીલ

રૂ.402

રૂ.740

84

હિન્દાલ્કો

રૂ.262

રૂ.448

71

યુપીએલ લિ.

રૂ.536

રૂ.789

47

બજાજ ફિનસર્વ

રૂ.9705

રૂ.14270

47

વિપ્રો લિ.

રૂ.426

રૂ.598

40

ગ્રાસીમ લિ.

રૂ.1185

રૂ.1592

34

દિવીઝ લેબોરેટરીઝ

રૂ.3853

રૂ.5012

30

ટાટા કન્ઝયુમર

રૂ.592

રૂ.767

29

Share: