×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રુપિયો નથી ગગડી રહ્યો પણ ડોલર સતત મજબૂત થઈ રહ્યો છેઃ નિર્મલા સિતારમન


નવી દિલ્હી,તા.16.ઓક્ટોબર,2022 રવિવાર 

ડોલરના મુકાબલે સતત ગગડી રહેલા ભારતીય રુપિયાને લઈને નાણા મંત્રી નિર્મલા સિતારમને આશ્ચર્યજનક નિવેદન આપ્યુ છે.

હાલમાં અમેરિકાના પ્રવાસે ગયેલા નાણા મંત્રી સિતારમને વોશિંગ્ટનમાં એક પત્રકાર પરિષદમાં રુપિયામાં દેખાઈ રહેલી નરમાશને લઈને કહ્યુ હતુ કે, રુપિયો નથી ગગડી રહ્યો પણ ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે.

નિર્મલા સિતારમણે કહ્યુ હતુ કે, રુપિયાનો ઘસારો અટકાવવા માટે રિઝર્વ બેન્ક સૌથી સારા ઉપાય કરી રહી છે.માત્ર રુપિયો જ નહીં પણ ડોલરની સામે તમામ દેશના ચલણો નબળા પડ્યા છે.પણ જો વિકસીત અર્થતંત્રોની વાત કરવામાં આવે તો અન્ય ઈકોનોમીની સરખામણીમાં ડોલરની સામે ભારતના રુપિયાનો દેખાવ ઘણો સારો છે.

નાણામંત્રીએ આગળ કહ્યુ હતુ કે, આરબીઆઈ કોશિશ કરી રહી છેકે, ડોલરના ભાવમાં વધારે ઉથલ પાથળ ના જોવા મળે પણ આ માટે રિઝર્વ બેન્ક બજારમાં હસ્તક્ષેપ કરી રહી નથી.

ઉલ્લેખનીય છે કે, રુપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.શુક્રવારે પણ રુપિયો 8 પૈસા તુટયો હતો અને એક ડોલર સામે રુપિયો 82.32 પર પહોંચ્યો હતો.