રાહુલ ગાંધીનું સરનામું ફરી દિલ્હી, 12 તુઘલક લેનનો બંગલો મળ્યો,સાંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કર્યા બાદ નિર્ણય

રાહુલ ગાંધીનું સરનામું ફરી દિલ્હી, 12 તુઘલક લેનનો બંગલો મળ્યો,સાંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કર્યા બાદ નિર્ણય

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગઈકાલે લોકસભા સચિવાલયે સદસ્યતા પુનઃસ્થાપિત કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ પછી રાહુલે પોતાના ટ્વિટર હેન્ડલ પર ‘અયોગ્ય સાંસદ’ને બદલે ફરી ‘સંસદ સભ્ય’ એવું અપડેટ કર્યું હતું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને તેમની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કર્યાના એક દિવસ બાદ આજે જૂનો સરકારી બંગલો ફાળવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ સંબંધિત માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવી દીધી હતી. આ પછી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભાની સદસ્યતામાંથી માફ કરવાનો માર્ગ મોકળો થયો હતો. 2005 થી, રાષ્ટ્રીય રાજધાનીમાં રાહુલનું સત્તાવાર સરનામું 12, તુઘલક લેન બંગલો છે. લોકસભાની હાઉસિંગ કમિટિએ સતાવાર જાહેર કરી છે કે રાહુલ ગાંધીને ફરી એકવાર આ ઘર આપવામાં આવ્યું છે. 

Share: