રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરાયું, સુરતની કોર્ટે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા કરી હતી

રાહુલ ગાંધીનું સંસદનું સભ્યપદ રદ કરાયું, સુરતની કોર્ટે માનહાનિ કેસમાં 2 વર્ષની સજા કરી હતી

image : Twitter

રાહુલ ગાંધી અને કોંગ્રેસની સાથે વિપક્ષ માટે એક આંચકાજનક અહેવાલ આવ્યા છે. રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ પદ રદ લોકસભા સચિવાલયે રદ કરતાં આ મામલે નોટિફિકેશન જાહેર કરી દીધી છે. ગુરુવારે સુરતની કોર્ટે તેમને મોદી અટક પર કરેલી ટિપ્પણી મામલે માનહાનિના કેસમાં દોષિત જાહેર કરતાં બે વર્ષની સજા ફટકારી હતી અને તેમને ૧૫ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. ત્યારબાદ તેમને જામીન પણ અપાયા હતા.  

Share: