રાહુલ ગાંધીની વધશે મુશ્કેલી! સુરતના પૂર્ણેશ મોદી બાદ હવે લલિત મોદી બ્રિટનની કોર્ટમાં કેસ દાખલ કરશે

રાહુલ ગાંધીની વધશે મુશ્કેલી! સુરતના પૂર્ણેશ મોદી બાદ હવે લલિત મોદી બ્રિટનની કોર્ટમાં કેસ દાખલ કરશે

image : Twitter

IPLના સંસ્થાપક લલિત મોદીએ આજે ​​રાહુલ ગાંધી સામે નિશાન તાક્યું છે. લલિત મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે હું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ બ્રિટનની કોર્ટમાં કેસ પણ દાખલ કરીશ. ખરેખર રાહુલને તેમની ‘મોદી સરનેમ’ વાળી ટિપ્પણી પર સંસદમાંથી અયોગ્ય જાહેર કરાયા બાદ લલિત મોદીએ આ જ નિવેદનના આધારે બ્રિટનની કોર્ટમાં કેસ દાખલ કરવાની વાત કરી છે.

ભાગેડુના નિવેદન અંગે ખુલાસો માંગ્યો હતો

લલિત મોદીએ ટ્વિટ કર્યું કે રાહુલે પોતાના ભાષણમાં કહ્યું છે કે હું ભાગેડુ છું, પરંતુ આનો પુરાવો શું છે? તેણે પ્રશ્ન કર્યો કે તેને કયા આધારે “ભાગેડુ” કહેવામાં આવે છે અને કહ્યું કે તેને ક્યારેય દોષિત ઠેરવવામાં આવ્યો નથી અને તેથી તે એક સામાન્ય નાગરિક છે. લલિત મોદીએ વારાફરતી વિપક્ષના નેતાઓને ઠપકો આપ્યો અને તેમના પર “બદલાની” રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. 

રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીમાં લલિત મોદીને ભાગેડુ કહ્યા હતા

લલિત મોદીએ આ ટિપ્પણી રાહુલ ગાંધીને મોદી અટક અંગેની ટિપ્પણી બદલ 2019ના માનહાનિના કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવ્યાના થોડા દિવસો પછી કરી છે. આ નિવેદનના કારણે રાહુલને લોકસભાના સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બધા ચોરોની એક જ અટક મોદી કેવી રીતે હોય છે. આ દરમિયાન તેમણે લલિત મોદીને પણ ઘેર્યા હતા.

Share: