×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીની પૂર્વ PM અને દિવંગત પિતા રાજીવને શ્રદ્ધાંજલિ, લદાખમાં ચીની સૈન્ય ઘૂસ્યાનો કર્યો દાવો

Image : Screen grab twitter

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ લેહ-લદ્દાખના પ્રવાસે છે ત્યારે આજે તેમણે લદ્દાખમાં પેંગોંગ લેકના કિનારે તેમના પિતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીની લદ્દાખનો પ્રવાસ 25 ઓગસ્ટ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. 

ચીનની સેના અહીં ઘૂસી ગઈ છેઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે લદ્દાખના લોકો કહી રહ્યા છે કે ચીનની સેના અહીં ઘૂસી ગઈ છે. લદ્દાખમાં મોંઘવારી તેની ટોચ પર છે. આ પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના પિતા રાજીવ ગાંધીની જન્મજયંતિ પર ટ્વિટ કરીને લખ્યુ હતું કે 'પાપા, તમે ભારત માતા માટે જે સપના જોયા હતા તે આ અમૂલ્ય યાદોથી છલકાઈ ગયા. તમારા ગુણ એ જ મારો માર્ગ છે, દરેક ભારતીયના સંઘર્ષ અને સપનાને સમજી રહ્યો છું, ભારત માતાનો અવાજ સાંભળી રહ્યો છું. આ ઉપરાંત રાહુલ ગાંધીએ કહ્યું કે પેંગોંગ લેક રાજીવ ગાંધીને ખૂબ પસંદ હતું. તે આ લેકને વિશ્વની સૌથી સુંદર જગ્યાઓમાંથી એક માનતા હતા. 

કલમ 370 નાબૂદ થયા બાદ લદ્દાખમાં રાહુલની આ પ્રથમ મુલાકાત

જમ્મુ અને કાશ્મીરમાંથી 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 અને 35(A) નાબૂદ થયા બાદ બે કેન્દ્રશાસિત પ્રદેશો, લદ્દાખ અને J-K માં વિભાજિત કર્યા પછી રાહુલની લદ્દાખની આ પ્રથમ મુલાકાત છે. તેમના રોકાણ દરમિયાન તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને યુવાનો સાથે વાતચીત કરશે. આ સિવાય તે 25 ઓગસ્ટે 30 સભ્યોની લદ્દાખ ઓટોનોમસ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલ  કારગિલ ચૂંટણીની બેઠકમાં પણ હાજરી આપશે.