રાહુલ ગાંધીની આજે સંસદમાં વાપસી થશે કે નહીં? સૌની નજરો લોકસભા અધ્યક્ષ પર ટકી

રાહુલ ગાંધીની આજે  સંસદમાં વાપસી થશે કે નહીં? સૌની નજરો લોકસભા અધ્યક્ષ પર ટકી

image : Twitter

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સાંસદ સભ્ય પદ પુનઃસ્થાપિત કરવા માટે દસ્તાવેજી કામકાજ પૂરું થઈ ગયું છે. હવે માત્ર લોકસભા અધ્યક્ષની સહી બાકી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે લોકસભા સ્પીકર તેના પર હસ્તાક્ષર કરશે. જો વિલંબ થશે તો કોંગ્રેસ કોર્ટમાં જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. માનહાનિના કેસમાં દોષિત ઠર્યા બાદ જે ઝડપે સ્પીકરે રાહુલ ગાંધીને અયોગ્ય જાહેર કર્યા હતા, એ જ ઝડપે તેમની અયોગ્યતાને રદ કરવાનો નિર્ણય થયો નથી અને વિપક્ષને સંસદમાં સરકારને ઘેરવાનો આ વધુ એક મુદ્દો મળી ગયો છે. 

સુપ્રીમકોર્ટે સજા પર રોક લગાવી હતી 

એનસીપી નેતા અને લક્ષદ્વીપના સાંસદ પી.પી. મોહમ્મદ ફૈઝલના કેસમાં બહાલીમાં એક મહિનાથી વધુ સમય લાગી ગયો હતો. ઉલ્લેખનીય છે કે મોદી સરનેમ મામલે સુરતની કોર્ટે બે વર્ષની સજા ફટકારતાં રાહુલ ગાંધીનું સાંસદ સભ્યપદ છીનવી લેવાયું હતું. જોકે હવે સુપ્રીમ કોર્ટે તેમની સજા પર રોક લગાવતા કહ્યું હતું કે ટ્રાયલ જજ દ્વારા મહત્તમ સજા સંભળાવવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી. અંતિમ ચુકાદો આવે ત્યાં સુધી દોષિત ઠેરવવાના આદેશ પર સ્ટે મુકવો જરૂરી છે. 

Share: