×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાહુલ ગાંધીએ વેક્સિનેશન મુદ્દે સતત બીજા દિવસે કેન્દ્ર સરકારને ઘેરી, ટ્વીટમાં લખ્યું- માઈન્ડ ધ ગેપ


- શુક્રવારે રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, જુલાઈ આવી ગયો, વેક્સિન નથી આવી

નવી દિલ્હી, તા. 03 જુલાઈ, 2021, શનિવાર

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ કોરોના વેક્સિનેશનના રેટને લઈને શનિવારે ફરી એક વખત કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ એક ગ્રાફ ટ્વીટ કરીને લખ્યું હતું કે, મહામારીની સંભવિત ત્રીજી લહેરથી બચવા માટે ભારતનો વાસ્તવિક કોવિડ-19 વેક્સિનેશન રેટ કેન્દ્ર સરકારના ટાર્ગેટ રેટ કરતા 27 ટકા ઓછો છે. સાથે જ કેપ્શનમાં લખ્યું હતું કે, માઈન્ડ ધ ગેપ, વેક્સિન ક્યાં છે?

રાહુલ ગાંધી વેક્સિન મુદ્દે સતત કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. રાહુલ ગાંધીએ અનેક વખત દેશમાં વેક્સિન ડોઝની તંગીના નિવારણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી છે. શુક્રવારે પણ રાહુલ ગાંધીએ વેક્સિન મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે લખ્યું હતું કે, જુલાઈ આવી ગયો, વેક્સિન નથી આવી. 

ડૉ. હર્ષવર્ધને આપ્યો હતો જવાબ

રાહુલ ગાંધીની ટ્વીટ પર સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધન સહિત ઓછામાં ઓછા 2 કેન્દ્રીય મંત્રીઓએ વળતો હુમલો કર્યો હતો. સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીની સમસ્યા શું છે તેવો સવાલ કર્યો હતો. સાથે જ શું તેઓ વાંચતા નથી? શું તેમને સમજાતું નથી? મંત્રીએ કહ્યું કે, તેમણે એક દિવસ પહેલા જુલાઈ મહિના માટે વેક્સિનની ઉપલબ્ધતા સંબંધી ફેક્ટ્સ રજૂ કર્યા હતા. અહંકાર અને અજ્ઞાનતાના વાયરસની કોઈ રસી નથી. કોંગ્રેસે નેતૃત્વમાં ફેરફાર અંગે વિચારવું જોઈએ.