રાહુલ ગાંધીએ રાષ્ટ્રપિતા અને દેશના પ્રથમ વડાપ્રધાનને આપી શ્રદ્ધાંજલિ

રાહુલ ગાંધીએ રાષ્ટ્રપિતા અને દેશના પ્રથમ વડાપ્રધાનને આપી શ્રદ્ધાંજલિ

Image: INCTV (Twitter)

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સવારે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા ‘રાજઘાટ’ પહોંચ્યા હતા. ઉપરાંત, તેમણે દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને પણ ‘શાંતિવન’ પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પહેલા રાહુલ ગાંધી પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને ‘શક્તિ સ્થળ’ પર અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીને ‘વીર ભૂમિ’ ખાતે શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ આપતી વખતે રાહુલ ગાંધી ખુલ્લા પગે દેખાયા હતા.

રાહુલ ગાંધી ‘વિજય ઘાટ’ પર પણ જઈ લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી  પૂર્વ વડાપ્રધાન અને બીજેપી નેતા અટલ બિહાર વાજપેયીને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘સદૈવ અટલ’ પર જઈ  શ્રદ્ધાંજલિ આપી.

Share: