રાહુલ-અથિયા થયા એકબીજાના, પિતા સુનીલ શેટ્ટીએ મીઠાઈઓ વહેંચી, કહ્યું IPL બાદ રિસેપ્શન

રાહુલ-અથિયા થયા એકબીજાના, પિતા સુનીલ શેટ્ટીએ મીઠાઈઓ વહેંચી, કહ્યું IPL બાદ રિસેપ્શન

મુંબઈ, તા.23 જાન્યુઆરી-2023, મંગળવાર

અભિનેત્રી અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલામાં આવેલા બંગલામાં સાઉથ ઈન્ડિયન પરંપરા મુજબ થયા છે. સુનિલ શેટ્ટીએ ખંડાલાવાલા બંગલામાં જ સમારંભ પૂર્ણ કર્યો છે. આ સમારંભ સંપૂર્ણ રીતે પ્રાઈવેટ રખાયો હતો. આ રોયલ વેન્ડિંગમાં બોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતના સેલિબ્રિટીઓ તેમજ કપલના નજીકના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સસરા નહીં પિતા બનવા ઈચ્છું છું : સુનિલ શેટ્ટી

પાપારાજી સાથે વાત કરતા સુનિલ શેટ્ટીએ કહ્યું કે, તેઓ કેએલ રાહુલના સસરા નહીં પણ પિતા બનવા ઈચ્છે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આઈપીએલ બાદ અથિયા અને કેએલ રાહુલના લગ્નનું રિસેપ્શન યોજવામાં આવશે.

સુનિલ શેટ્ટીનો પ્રથમ ફોટો આવ્યો સામે

અથિયા શેટ્ટીના પિતા અને બોલિવૂડના સ્ટાર સુનિલ શેટ્ટી મીડિયા સાથે મુલાકાત કરવા બહાર આવ્યા છે. તેમણે પેસ્ટલ પિંક કલરની ધોતી અને કુર્તો પહેર્યો છે. સુનિલની સાથે તેમનો પુત્ર અહાન શેટ્ટી પણ જોવા મળ્યો હતો. બંનેએ પાપારાજીને મિઠાઈ આપી હતી.

રાહુલ અને અથિયા ફેશન ડિઝાઈનર સબ્યાસાચીના આઉટફિટમાં જોવા મળ્યા

દરમિયાન અથિયા અને રાહુલના લગ્ન સુનિલ શેટ્ટીના ફાર્મહાઉસ જહાનમાં થયા હતા. બંનેના લગ્ન સાઉથ ઈન્ડિયન વિધિ મુજબ થયા છે. ફેશન ડિઝાઈનર સબ્યાસાચીના આઉટફિટમાં રાહુલ અને અથિયા જોવા મળ્યા હતા. બંન કપલે સફેદ અને ગોલ્ડન કલરના આઉટફિટ પહેરાય હતા.

લગ્ન સમારંભમાં ઉપસ્થિત રહ્યા આ દિગ્ગજો

અથિયા-રાહુલના લગ્નમાં બોલિવૂડના દિગ્ગજ કલાકાર અનુપમ ખેર, ક્રિકેટર ઈશાંત શર્મા, વરૂણ એરોન, અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર, ક્રિષ્ના શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. જે પણ મહેમાનો લગ્નમાં આવ્યા હતા તેમના હાથ પર લાલ કલરનો બેન્ડ બાંધવામાં આવ્યો હતો. જેના હાથમાં આ બેન્ડ ન હોય તેને પ્રવેશ અપાયો ન હતો. ઉપરાંત સુરક્ષાને ધ્યાને લઈ તમામ મહેમાનોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું..

લગ્નનો વીડિયો

હાલ સોશિયલ મીડિયામાં લગ્નનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મહેમાનો સહિતના લોકો ડાન્સ કરતા નજરે પડી રહ્યા છે.

ફોનના કેમેરા પર સ્ટિકર લગાવાયા

અથિયા અને રાહુલના લગ્નમાં ‘નો ફોન પોલિસી’ રખાઈ છે. લગ્નની તસવીરો અને વીડિયો લીક ન થાય તે ધ્યાનમાં રાખીને તમામ લોકોના ફોનના કેમેરામાં સ્ટીકરો લગાવાયા છે.

અજય દેવગેને આપી શુભેચ્છા

અભિનેતા અજય દેવગને પણ ટ્વિટ કરી અથિયા અને રાહુલને લગ્નની શુભેચ્છા પાઠવી છે.

Share: