×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રામાયણ વાંચી સદબુધ્ધિ આવશે તેમ કહી ભાજપના નેતાએ મમતા બેનરજીને રામાયણ મોકલ્યુ

ઇન્દોર, તા.24 જાન્યુઆરી 2021, રવિવાર

મધ્યપ્રદેશ ભાજપના એક નેતાએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને રામાયણની એક પ્રત મોકલી આપી છે.

ગઈકાલે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મમતા બેનરજીના ભાષણ પહેલા જય શ્રી રામના નારા લાગતા મમતા બેનરજી નારાજ થયા હતા.

એ પછી મધ્યપ્રદેશના ધારાસભ્ય રામેશ્વર શર્માએ કહ્યુ છે કે, અયોધ્યામાં વર્ષો બાદ રામ મંદિર બનવાનુ છે અને મમતા બેનરજી તેનાથી નારાજ છે.મમતાને રામ નામથી નફરત છે.મમતા દીદીને મારી પ્રાર્થના છે કે, જય શ્રી રામ બોલતા શીખો, ભગવાન રામનો વિરોધ બંધ કરો.તમે ભગવાન રામનુ અપમાન કર્યુ છે અને બંગાળની જનતા તમને સબક સીખવાડશે.

સાથે સાથે આ નેતાએ કહ્યુ હતુ કે, મેં મમતા બેનરજીને રામાયણની એક પ્રત મોકલી આપી છે.આશા રાખુ છું કે, રામાયણ વાંચીને મમતાને સદબુધ્ધિ આવશે.જે રીતે આખી દુનિયામાં ભગવાન રામના ભક્તો છે તે રીતે રામાયણ વાંચીને મમતા બેનરજી પણ ભગવાન રામના ભક્ત બનશે.