×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 8 મનપામાં આ તારીખ સુધી ટ્યુશન ક્લાસિસો રહેશે બંધ

ગાંધીનગર, 19 માર્ચ 2021 શુક્રવાર

રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું કે, ‘રાજ્યની 8 મહાનગરપાલિકા વિસ્તારોમાં ટ્યુશન ક્લાસિસ પણ હવે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવશે. આ નિયંત્રણો આગામી 10 એપ્રિલ સુધી 8 મહાનગરોમાં અમલી રહેશે’. 

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે આજે ફરી રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં #COVID19 ના વધુ નવા 1415 નવા કેસો સામે આવ્યાં છે જ્યારે નવા 4 લોકોના મૃત્યુ થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4437 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,406 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. તો આજ રોજ નવા 948 દર્દીઓ સાજા થયા. અત્યાર સુધીમાં કુલ 2,73,280 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યાં છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,84, 482 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ આજે પૂર્ણ થયું. ત્યારે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું.