રાજ્યો 14 વર્ષની સજા પૂર્ણ કરનારા કેદીઓને મુક્ત કરી શકે છે: સુપ્રીમ

રાજ્યો 14 વર્ષની સજા પૂર્ણ કરનારા કેદીઓને મુક્ત કરી શકે છે: સુપ્રીમ

નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2021 મંગળવાર

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે રાજ્ય સરકાર પાસે CrPC (કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર) હેઠળ મહત્તમ સજા તરીકે મૃત્યુદંડની જોગવાઈ હોય તેવા ગુનાઓ માટે દોષિત ઠેરવવાનાં કેસમાં 14 વર્ષની જેલની સજા કાપ્યા બાદ કેદીને મુક્ત કરવાનો અધિકાર છે. 

ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તા અને એએસ બોપન્નાની બેન્ચે ચુકાદામાં આ ટિપ્પણી કરી છે. જો કે, કોર્ટે કહ્યું કે જો કેદીએ 14 વર્ષ કે વાસ્તવિક સજા પૂરી કરી નથી, તો રાજ્યપાલ પાસે બંધારણની કલમ 161 હેઠળ માફી, રાહત, સજા માફી અથવા સહાયતા આપવાની, સસ્પેન્ડ કરવા, દૂર કરવા અથવા ઘટાડવાની સત્તા છે. રાજ્ય સરકાર અને આ સત્તામંડળ CrPC હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધોને દૂર કરી દે છે.

આ સાથે, જ સર્વોચ્ચ અદાલતની બેન્ચે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સિંગલ જજ બેન્ચે આપેલા 12 મે 2020 નાં નિર્ણયને રદ્દ કર્યો. સુપ્રીમ કોર્ટે કેદીઓને મુક્ત કરવાની રાજ્ય સરકારની સત્તા અંગે 13 ઓગસ્ટ, 2008 ની હરિયાણાની નીતિને સમર્થન આપતા કહ્યું કે, તે CrPC હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને અને અગાઉના આદેશને વટાવીને જારી કરવામાં આવ્યું હતું.

Share: