×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યોને 27 કરોડથી વધુ કોરોના વેક્સિનનાં ડોઝ આપવામાં આવ્યા, 1.82 ડોઝ હજુ પણ ઉપલબ્ધ

નવી દિલ્હી, 16 મે 2021 બુધવાર

દેશના ઘણા રાજ્યોમાં કોરોના રસીની અછત હોવાના સમાચાર હજુ પણ બહાર આવી રહ્યા છે. દરમિયાન, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં રાજ્યોને કોરોના રસીનાં 27 કરોડથી વધુ  ડોઝ આપવામાં આવ્યા છે. 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 27,28,31900 રસીનાં ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવી ચુક્યા છે, જેમાંથી 25,45,45692 ડોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં બગાડવામાં આવેલા ડોઝની સંખ્યા શામેલ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 1,82,86,208 રસી ડોઝ હજી પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે ઉપલબ્ધ છે.

આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા મુજબ, 15 જૂન સુધી 26 કરોડથી વધુ લોકોને કોરોના રસી લગાવવામાં આવી ચુકી છે. જ્યારે, સરકારનાં નિષ્ણાતો કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ઓછું કરવાનું વિચારી રહ્યાં છે, ઓછામાં ઓછા એવા લોકો માટે કે જેને વધારે જોખમ હોઈ શકે. તાજેતરમાં, પુરાવા મળ્યાં છે કે કોરોનાનાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે, હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ અને ચેપનો ઝડપથી ફેલાવો વધી રહ્યો છે.