×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, 209 તાલુકાઓમાં વરસાદથી ધરતી તૃપ્ત થઇ, જાણો વિગત

ગાંધીનગર, 25 જુલાઇ 2021 રવિવાર

રાજ્યનાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ થતા કાગડોળે અમિવર્ષાની રાહ જોઇ રહેલા ખેડુતોએ રાહતનો શ્ર્વાસ લીધો છે, આજે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં જેવા કે ગોંડલ, જેતપુર, રાજકોટ શહેર અને મોરબી પંથક મેઘરાજા મન મુકીને વર્ષ્યા છે.

ભારે વરસાદને કારણે કેટલાક શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે જેમ કે બોટાદ જિલ્લામાં પણ મેઘ મહેર જોવા મળી છે તો અમરેલીના લાઠી અને વડીયા પંથકમાં સર્વત્ર પાણી ભરાયેયું જોવા મળ્યું છે. આ તરફ જામનગરના કાલાવડમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. મહત્વનું છે કે આ પંથકમાં નોંધપાત્ર વરસાદને પગલે મગફળી સહિતના પાકોને જીવનદાન મળ્યું છે.

રાજ્યભરમાં મેઘમહેરનાં સ્થિતી જોઇએ તો કુલ 209 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ છોટાઉદેપુરમાં છ ઈંચ વરસાદ ખાબક્યો છે તો રાજકોટનાં લોધીકામાં 5 ઈંચથી વધારે વરસાદ પડી ગયો છે. જામનગરના કાલાવડમાં 4 ઈંચ વરસાદ, જૂનાગઢના માણાવદર અને છોટાઉદેપુરના બોડેલીમાં 3-3 ઈંચ વરસાદ પડ્યો છે. વેરાવળ, વંથલી અને કુતિયાણામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે તો રાજ્યના 26 તાલુકામાં 2 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં  વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને દિવનો પણ સમાવેશ થાય છે.