×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં તૌકતે વાવાઝોડના કારણે સર્જાયેલી તારાજી બાદ PM મોદી ભાવનગર પહોંચ્યા

ભાવનગર, તા. 19 મે 2021, બુધવાર

અતિ તિવ્ર બનેલા તાઉતે વાવાઝોડાએ ગુજરાતને ઘમરોળ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત આવ્યા છે. જેઓ સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. પીએમ મોદી 1 વાગ્યે ભાવનગર એરપોર્ટ પર પહોચ્યા છે.

વડાપ્રધાન હવે અહીથી હેલિકોપ્ટર મારફતે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં થયેલી નુકસાનીનું હવાઈ નિરીક્ષણ કરશે. તેઓ દીવનું પણ હવાઈ નિરીક્ષણ કરશે. બાદમાં બપોરે અમદાવાદ આવશે. જ્યાં તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે.

વડાપ્રધાનને આવકારવા ભાવનગર હવાઈ મથકે મુખ્ય મંત્રી વિજય રૂપાણી ભાવનગરના મેયર કિર્તિબહેન દાનીધરીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ભાવનગર જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ પહોંચ્યા હતા.