×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોના વિષ્ફોટ, આજે કોરોનાનાં અધધધ 2276 કેસ, 5 દર્દીઓનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4484

ગાંધીનગર, 27 માર્ચ 2021 શનિવાર

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે, આજે રાજ્યમાં કોરોનાના 2276 કેસ નોંધાયા છે. બીજી તરફ 1534 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,83,241 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં રિકવરી રેટ ઘટીને 94.86 થયો છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓમાં નોંધાયેલા કોરોના કેસની વિગત આ મુજબ છે, સુરત કોર્પોરેશનમાં 607, અમદાવાદ કોર્પોરેશનમાં 601, વડોદરા કોર્પોરેશનમાં 259 , સુરત 153,  રાજકોટ  કોર્પોરેશનમાં 145, વડોદરા 67,  ભાવનગર કોર્પોરેશન-29, રાજકોટ 27, ગાંધીનગર કોર્પોરેશન 24, અમરેલી 22, જામનગર કોર્પોરેશન 22, દાહોદ 20, પાટણ 19, ખેડા 18, કચ્છ 18, મહેસાણા 18, નર્મદા 18, મોરબી 17, આણંદ 16, પંચમહાલ 16, ગાંધીનગર 15, જામનગર 15, અમદાવાદ 11, ભરૂચ 11, સાબરકાંઠા અને વલસાડમાં 10-10  કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાનાં  5 દર્દીઓ લોકોના મોત થયા છે, આજે સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદ કોર્પોરેશનમાં 1, ભરૂચમાં 1 અને ભાવનગર કોર્પોરેશનમાં 1નાં મોત સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 4484 લોકોના કોરોનાથી મોત થયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે કુલ 3,44,256 લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 44,29,556  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,707 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,98,973 વ્યક્તિઓને રસી લગાવવામાં આવી છે.