×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોના વિષ્ફોટ, આજે 890 નવા કેસ, 1 દર્દીનાં મોત સાથે કુલ મૃત્યુઆંક 4425

ગાંધીનગર, 15 માર્ચ 2021 સોમવાર

ગુજરાતમાં કોરોના સંક્રમણ વધતા સામાન્ય માણસથી લઇને સરકારની પણ ઉંઘ ઉડી ગઇ છે, રાજ્યમાં આજે કોવિડ-19ના 890 કેસ નોંધાયા છે, જે આ નવા વર્ષનાં સૌથી વધુ છે, આજે 594 દર્દીઓને હોસ્પિટલમાંથી સાજા આપવમાં આવી છે.

રાજ્યમાં આજે કોરોના સંક્રમણથી એક મૃત્યુ થયું છે. સુરત કોર્પોરેશનમાં 1 મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4425 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ અને વલસાડ એમ કુલ 05 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં અત્યાર સુધીમાં 2,69,955 લોકો કોરોના સંક્રમણથી સાજા થઇ ચુક્યા છે. હાલ 4717  એક્ટિવ કેસ છે, જેમાંથી 56 લોકો વેન્ટિલેટર પર અને 4661 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.72 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અમે જિલ્લાઓમાં કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, સુરતમાં 262 અમદાવાદમાં 209, વડોદરામાં 93, રાજકોટમાં 95 કેસ, જામનગરમાં 14, ભાવનગરમાં 12, ગાંધીનગરમાં 18 કેસ, જૂનાગઢમાં 9, ભરૂચમાં 31, ખેડામાં 23 કેસ, દાહોદમાં 15, આણંદ – નર્મદામાં 14 – 14 કેસ, પંચમહાલમાં 14, કચ્છ – મહેસાણામાં 10 – 10 કેસ, સાબરકાંઠામાં 9, મહિસાગરમાં 8, અમરેલીમાં 6 કેસ, પાટણમાં 5, ગીરસોમનાથ – મોરબીમાં 4 – 4 કેસ, સુરેન્દ્રનગરમાં 4, નવસારી – તાપીમાં 2 – 2 કેસ, અરવલ્લી, દ્વારકા, પોરબંદરમાં 1 – 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત આજે કુલ 1,07,323 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે,વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 20,69,918 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,15,842 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.