×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોનાનો આતંક, આજે 1276 નવા કેસ,3 દર્દીઓના મોત, કુલ મૃત્યુઆંક 4433

ગાંધીનગર, 18 માર્ચ 2021 ગુરૂવાર

ગુજરાતમાં કોરોનાનાં ભોરિંગે ફરીથી ફુંફાડો મારતા સામાંન્ય માણસ લઇને સરકારી તંત્રની ઉંઘ ઉડી ગઇ છે. રાજ્યમાં આજે 1276 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 3 દર્દીઓના કોરોના સંક્રમણથી મોત થયા છે. આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને હરાવી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42  ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકોની સ્થિતી સ્ટેબલ છે. 

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને  સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે.  

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને  જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત આ પ્રમાણે છે. અમદાવાદમાં 304 કેસ અને 2નાં મોત થયા છે, જ્યારે સુરતમાં 395 કેસ અને એકનું મોત થયું છે. ત્યારબાદ વડોદરામાં 129 અને રાજકોટમાં 113 કેસ, જામનગરમાં 48 અને ભાવનગરમાં 32 કેસ, ગાંધીનગરમાં 24 અને જૂનાગઢમાં 4 કેસ, ખેડા – પંચમહાલમાં 25 – 25, દાહોદમાં 18 કેસ, મહેસાણામાં 18, આણંદ – કચ્છમાં 15 – 15 કેસ,ભરૂચ, મહિસાગર, નર્મદામાં 13 – 13 કેસ, સાબરકાંઠામાં 13 અને અમરેલીમાં 8 કેસ, પાટણમાં 7, છોટાઉદેપુર – મોરબીમાં 6 – 6 કેસ, સુરેન્દ્રનગર – તાપીમાં 5 – 5, બનાસકાંઠામાં 4 કેસ, વલસાડમાં 4, ગીર સોમનાથ – નવસારીમાં 3 – 3 કેસ, અરવલ્લી, ડાંગ, દ્વારકામાં 2 – 2 કેસ, બોટાદ અને પોરબંદરમાં 1 – 1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં સાજા થવાથી આજે હોસ્પિટલમાંથી દર્દીઓને રજા આપવામાં આવી તેની માહિતી આ મુજબ છે. સુરત કોર્પોરેશનમાં 261, અમદાવાદ કોર્પોરેશનમાં 250, વડોદરા કોર્પોરેશનમાં 95, રાજકોટ કોર્પોરેશનમાં 67,  સુરતમાં 5, રાજકોટ-10, ભરુચ-11, મહેસાણા-15, જામનગર કોર્પોરેશન -12, ખેડા-15, ભાવનગર કોર્પોરેશન 11, ભરૂચ 11, મહીસાગર 11 અને દેવભૂમિ દ્વારકામાં 13 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન અભિયાન હેઠળ રાજ્યમાં આજે કુલ 1,55,174  લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 24,13,350  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,67,671 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,39,050 વ્યક્તિઓનું રસીકરણ કરાયું.