×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોનાનું તાંડવ : 24 કલાકમાં 3575 નવા કેસ, 22 લોકોના મોત


અમદાવાદ, તા. 7 એપ્રિલ 2021, બુધવાર

ગુજરાતમાં દિન પ્રતિદિન કોરોના વાયરસ બેફામ બની રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના જે કેસ સામે આવી રહ્યા છે, તેના કારણે પ્રશાસનથી લઇને લોકો તમામ ચિંતામાં મુકાયા છે. કોરોનાના નવા કેસનો આંકડો હમણા દરરોજ નવી ઉંચાઇએ પહોંચી રહ્યો છે. એક તરફ પ્રશઆસન કોરોનાના ફેલાવાને કાબૂમાં લેવા દેડધામ કરી રહ્યું છે, તો સામે કોરોનાનું તાંડવ વધી રહ્યું છે.

આજે પણ રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોના આંકડાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં કોરોના વાયરસના નવા 3575 કેસ નોંધાયા છે. જે મહામારી શરુ થઇ તયાર બાદ અક દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંકો છે. આ સિવાય આજે 22 લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જેની સાથે જ રાજ્યમાં કોરોના વાયરસનો કુલ મૃત્યુઆંક 4620 પર પહોંચ્યો છે.

એકબાજુ કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે, તો બીજી તરફ રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તે સૌથી મોટી ચિંતાની વાત છે. આજે 2217 લોકો સાજા થયા છે, તેની સાથે જ અત્યાર સુધી કુલ 3,05,149 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિકવરી રેટ 92.90 ટકાએ પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 175 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 18684 પર પહોંચ્યો છે. રાજ્યમાં કરોનાના બીજી લહેરથી સૌથી વધારે પ્રભાવિત સુરત અને અમદાવાદની વાત કરીએ તો આજે સુરતમાં 621 અને અમદાવાદમાં 804 કેસ નોંધાયા છે. તો આ તરફ રાજકોટમાં 395 અને વડોદરામાં 351 કોરોના કેસ નોંધાયા છે.