×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજસ્થાનમાં 10મા અને 12 ધોરણની બોર્ડની પરીક્ષા સ્થગિત, 8,9 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને પ્રમોટ કરાશે

જયપુર, તા. 14 એપ્રિલ 2021, બુધવાર

રાજસ્થાન બોર્ડની પરીક્ષાઓને લઇને મુખ્યમંત્રી અશઓક ગહેલોતે મોટો નિર્ણય કર્યો છે. સીબીએસઇના નિર્ણય બાદ હવે રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. તો સરકારે 8, 9 અને 11મા ધોરણના વિદ્યાર્થીઓને આગામી પરીક્ષામાં પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. રાજસ્થાન સરકારે આ નિર્ણય કોરોના વાયરસના વધી રહેલા વ્યાપને લઇને કર્યો છે.

મુખ્યમંત્રી અશોક ગહેલોતે આ નિર્ણય પહેલા બુધવારે કોરોનાની સ્થિતિને લઇને તમમા રાજનૈતિક દળો, ધર્મગુરુઓ અને સામાજિક સંસ્થાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે રાજસ્થાનમાં કોરોના વાયરસના રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. માત્ર જયપુરમાં જ 1325 નવા કોરોના કેસ નોંધાયા છે.

આ વર્ષે રાજસ્થાન બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષા 6મેથી શરુ થવાની હતી. રાજસ્થાન બોર્ડની પરીક્ષામાં આ વર્ષે 16.40 લાખે વિદ્યાર્થીઓ ભઆગ લેવાના હતા. આ નિર્ણયના એક દિવસ પહેલા કોરોનાના વધતા કહેરને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સરકારે 6 અને 7મા ધોરણના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો હતો.