રાજસ્થાનમાં કોંગ્રેસમાં ભડકોઃ સચિન પાયલોટ સીએમ સામે આક્રમક, કહ્યું વસુંધરા ગેહલોતના નેતા છે

રાજસ્થાનમાં કોંગ્રેસમાં ભડકોઃ સચિન પાયલોટ સીએમ સામે આક્રમક, કહ્યું વસુંધરા ગેહલોતના નેતા છે

રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે સીએમ અશોક ગેહલોત પર જોરદાર પ્રહારો કર્યા હતા. પાયલોટે પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો કે, ધોલપુરમાં સીએમ અશોક ગેહલોતના ભાષણ બાદ એવું લાગે છે કે ગેહલોતના નેતા સોનિયા ગાંધી નહીં, પરંતુ વસુંધરા રાજે છે.

ગેહલોતના નેતા સોનિયા ગાંધી નહીં, પરંતુ વસુંધરા રાજે છે: સચિન પાયલટ

પાયલોટે કહ્યું કે, એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ અમારી સરકારને તોડી પાડવાનું કામ કરી રહી છે, તો બીજી તરફ એવું કહેવાય છે કે વસુંધરા રાજે અમને બચાવવાનું કામ કરી રહી છે. તમે શું કહેવા માગો છો તે તમારે સ્પષ્ટ કરવું જોઈએ.

પેપર લીક કેસ અને ભ્રષ્ટાચારના કેસ સામે આ જન સંઘર્ષ યાત્રા

સચિન પાયલટે કહ્યું કે, 11 મેથી રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન, અજમેરથી જન સંઘર્ષ યાત્રા કાઢવામાં આવશે. પેપર લીક કેસ અને ભ્રષ્ટાચારના કેસ સામે આ જન સંઘર્ષ યાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા જયપુર સુધી કરવામાં આવશે. 125 કિમીની આ યાત્રા 5 દિવસમાં સુધી ચાલશે.

Share: