રાજસ્થાનના વૃધ્ધનુ ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ મોત, બે વખત કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

રાજસ્થાનના વૃધ્ધનુ ઓમિક્રોનથી સંક્રમિત થયા બાદ મોત, બે વખત કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો

જયપુર, તા. 31. ડિસેમ્બર, 2021 શુક્રવાર

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ હવે તેનાથી દર્દીઓના મૃત્યુ પામવાનો સિલસિલો પણ શરુ થયો છે.

રાજસ્થાનના ઉદેપુરમાં 75 વર્ષના વૃધ્ધનુ ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થયા બાદ મોત થયુ છે.હેરાન કરનારી વાત એ છે કે, તેમના કોરોના રિપોર્ટ બે વખત નેગેટિવ આવ્યા હતા.

જાણકારી પ્રમાણે તેમની ઉદેપુરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.એક દિવસ પહેલા જ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.આ પહેલા 15 ડિસેમ્બરે તેમની તબિયત બગડયા બાદ તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.ત્યારથી તેઓ ત્યાં દાખલ હતા.

તેમના સેમ્પલને જિનોમ સિકવન્સિંગ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યા હતા અને તેમને ઓમિક્રોનનુ સંક્રમણ હોવાનુ બહાર આવ્યુ હતુ.જોકે એ પછી તેઓ કોરોના નેગેટિવ થઈ ગયા હતા.આમ છતા તેમના મોત બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ચિંતામાં પડી ગયા છે.

Share: