રાજધાની દિલ્હીમાં પણ બજારો સોમવારથી ખુલશે, તમામ પ્રતિબંધો હટાવાયા

રાજધાની દિલ્હીમાં પણ બજારો સોમવારથી ખુલશે, તમામ પ્રતિબંધો હટાવાયા

દિલ્હી, 21 ઓગસ્ટ 2021 શનિવાર

રાજધાની દિલ્હીમાં હવે બજારોને પહેલાની જેમ ખોલવાની મંજુરી મળી ગઇ છે, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે સોમવારે તમામ બજારો પોતાના સામાન્ય સમય પ્રમાણે ખુલી શકે છે.

કોરોના સંક્રમણને વધતું જોઇને અત્યાર સુધી બજારોને રાતનાં 8 વાગ્યા સુધી ખોલવાની મંજુરી હતી, જો કે હવે કેસ ઘટતા પ્રતિબંધોને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજધાનીમાં ઘણા મહિનાઓ સુધી બજારો સંપુર્ણપણે બંધ હતા, સમયની સાથે-સાથે અન્ય પ્રકારનાં પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતાં.

અત્રે ઉલ્લેખનિય છે કે કેટલાક સમયથી રાજધાની દિલ્હીમાં કોરોનાનાં કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, શનિવારે દિલ્હીમાં 19 કેસ નોંધાયા, જ્યારે 48 લોકો કોરોનાથી સાજા થયા છે, અને છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી, અને રાજ્યનો પોઝિટિવિટી રેટ પણ 0.03 ટકા પર પહોંચી ગયો છે.

Share: