×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રશિયા બન્યું UNSCનું અધ્યક્ષ, યુક્રેને કહ્યું – એપ્રિલ ફૂલ પર વાહિયાત મજાક, અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી

image : Twitter


રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બંને દેશો તણાવ ઘટાડવાનું નામ નથી લઈ રહ્યા. આ દરમિયાન યુક્રેનના વિદેશમંત્રી દમિત્રો કુલેબાએ કહ્યું કે રશિયાનું યુએન સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)નું અધ્યક્ષ બનવું વૈશ્વિક સમુદાયના મોંઢે જોરદાર તમાચા સમાન બાબત છે. તેમણે કહ્યું કે રશિયા તેની અધ્યક્ષતાનો દુરુપયોગ કરી શકે છે. તેમણે કહ્યું કે હું આગ્રહ કરું છું કે UNSCના સભ્યો તેને આવી કોઈપણ હરકત ન કરવા દે. 

કુલેબાએ કહ્યું  રશિયા UNSCમાં લુંટારૂ સમાન છે 

કુલેબાએ તેમના નિવેદનમાં કહ્યું કે રશિયા UNSCમાં લુંટારૂ સમાન છે. ચાલુ મહિનાના અંતે રશિયાના વિદેશમંત્રી લાવરોવ UNSCની બેઠકનું નેતૃત્વ કરવાના છે. રશિયાના વિદેશમંત્રાલય તરફથી કહેવાયું છે કે આગામી ૨૫ એપ્રિલે લાવરોવ મધ્ય એશિયા અંગે બેઠકનું પણ નેતૃત્વ કરશે. 

અમેરિકાએ વાંધો વ્યક્ત કર્યો 

અમેરિકાએ પણ UNSCમાં રશિયાની ભૂમિકા અંગે વાંધો વ્યક્ત કર્યો છે. અમેરિકાએ કહ્યું કે જે દેશ યુએન ચાર્ટરનું ઉલ્લંઘન કરી રહ્યો હોય અને પાડોશી દેશ પર હુમલા કરી રહ્યો હોય એવા દેશને UNSCમાં સ્થાન જ ન આપવું જોઈએ. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ મામલો છે કે રશિયા UNSCનું કાયમી સભ્ય છે. આ વાસ્તવિકતાને બદલવાનો કોઈપણ રસ્તો દેખાતો નથી. તેમણે કહ્યું કે રશિયાનું UNSCનું અધ્યક્ષ બનવું એક વાહિયાત મજાક છે.