રશિયામાં મોટી દુર્ઘટના, ગેસ સ્ટેશનમાં ભયાનક વિસ્ફોટ થતા 25ના મોત, 60થી વધુ ઘાયલ

રશિયામાં મોટી દુર્ઘટના, ગેસ સ્ટેશનમાં ભયાનક વિસ્ફોટ થતા 25ના મોત, 60થી વધુ ઘાયલ
Image : Screen grab twitter

રશિયામાં એક મોટી દુર્ઘટના થઈ છે, જ્યાં એક ગેસ સ્ટેશનમાં આગ લાગવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટને કારણે 25 લોકોના મોત થયા છે અને 66 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટના રશિયાના દાગેસ્તાની શહેરની છે. મૃત્યુઆંક વધાવાની શક્યતા છે.

આગના કારણે એક માળનું મકાન પણ બળીને ખાખ થયું

સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ, આગ હાઇવેની બાજુમાં સ્થિત એક ઓટો રિપેર શોપમાં શરૂ થઈ હતી અને થોડી જ વારમાં તે ધડાકા સાથે નજીકના ગેસ સ્ટેશનમાં ફેલાઈ ગઈ હતી. જેના કારણે ગેસ સ્ટેશન ભીષણ આગની લપેટમાં આવી ગયું હતું. આ આગના કારણે એક માળનું મકાન પણ બળીને રાખ થઈ ગયું હતું. આગમાં 12 લોકોના મોત થયા હતા અને 60 થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના અંગે એક દાગેસ્તાનીના ગવર્નર સર્ગેઈ મેલિકોવે જણાવ્યું કે આ ઘટના સવારે બની છે. સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર આગની જાણ થતાં જ ફાયર ફાઇટરોને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. લગભગ સાડા ત્રણ કલાકની જહેમત બાદ ફાયરના વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાના વધુ અહેવાલો અનુસાર, ઘાયલોમાં 13 બાળકોનો સમાવેશ છે. આ આગ 600 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. 

Share: