રમઝાન પર મક્કા જતી બસ દુર્ઘટનામાં 20 યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

રમઝાન પર મક્કા જતી બસ દુર્ઘટનામાં 20 યાત્રાળુઓના મોત, અનેક ઘાયલ

હાલ રમઝાન માસના કારણે મુસ્લિમ ધર્મના ખૂબ જ પવિત્ર સ્થળ એટલે કે મક્કા મદીના કે જ્યાં લાખો યાત્રાળુ જાય છે. એવામાં એક અહેવાલ સામે આવી રહ્યો છે કે, યાત્રીઓને પવિત્ર શહેર મક્કા લઇ જઈ રહેલી બસ ગઈકાલે એક પુલ સાથે અથડાઈ હતી. અથડામણના કારણે બસમાં આગ લાગી હતી. જેના કારણે 20 જેટલા લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

અકસ્માતમાં 20 લોકોએ જીવ ગુમાવ્યા  

સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં 20 લોકોના જીવ ગયા છે અને બે ડઝનથી વધુ યાત્રાળુઓ ઈજાગ્રસ્તોની છે. રિપોર્ટ અનુસાર, બસ દુર્ઘટનામાં સામેલ પીડિત લોકો અલગ-અલગ દેશોના રહેવાસી છે. જોકે, હજુ સુધી ક્યા દેશના યાત્રાળુઓ છે તે અંગે કોઈ પુષ્ઠી થયેલી નથી.

Share: