રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પરત મોકલ્યું

રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે, રાજ્યપાલે બિલ પરત મોકલ્યું

અમદાવાદ,તા. 19 સપ્ટેમ્બર 2022, સોમવાર

રાજ્યમાં રખડતા ઢોરનો ત્રાસના કારણે લોકોના જીવ પર જોખમ ઉભું થઈ રહ્યું છે. હાઈકોર્ટની લાલઆંખ બાદ સરકારે તાત્કાલિક કાયદો ઘડ્યો હતો પરંતુ રખડતા ઢોર નિયંત્રણ કાયદા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ગવર્નરે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને પરત મોકલ્યો છે. 

છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો. હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. તેમણે વિધાનસભા સત્રમાં સરકારે પાસ કરેલ આ બિલ પાછુ મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે. 

પ્રાપ્ત માહિતી અનુસાર આગામી થોડા દિવસોમાં વિધાનસભાનું વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે, જ્યાં સત્રના પ્રથમ દિવસે જ રખડતા ઢોર નિયંત્રણ કાયદા માટેનું આ બિલ પરત ખેંચી લેવામાં આવશે. માલધારી સમાજના કડક વિરોધ સામે આ બિલ પરત મોકલાવવું માલધારીઓની જીત તરીકે અંકાશે.

આ પણ વાંચો: રખડતાં ઢોરની દ્વિધા: હાઇકોર્ટ લાલઘૂમ અને ઢોર માટે માલધારી સમાજ નારાજ

Share: