યુપી સરકારની પોપ્યુલેશન પોલિસી સામે VHPને પડ્યો વાંધો, ઉઠાવ્યો આ સવાલ

યુપી સરકારની પોપ્યુલેશન પોલિસી સામે VHPને પડ્યો વાંધો, ઉઠાવ્યો આ સવાલ

નવી દિલ્હી,તા.12.જુલાઈ.201

યુપી સરકારની નવી પોપ્યુલેશન પોલિસી સામે વિશ્વ હિન્દુ પરિષદને વાંધો પડી ગયો છે.આ  મામલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે યુપી લો કમિશનને પત્ર લખ્યો છે.

પરિષદે આ નીતિમાં  એક બાળક પર ભાર મુકવા સામે સવાલ ઉભા કર્યા છે.પરિષદનુ કહેવુ છે કે, એક બાળક હોય તેમને વધારે લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે.આ નિયમને બદલવો જોઈએ.બે બાળકોની નીતિ વસતી નિયંત્રણ માટે આદર્શ છે પણ તેનાથી ઓછા બાળકોને પ્રોત્સાહન આપવાની નીતિ ભવિષ્યમાં નકારાત્મક પ્રભાવ સર્જશે.

વિશ્વ હિન્દુ પરિષદના કહેવા પ્રમાણે વન ચાઈલ્ડ પોલિસી આવશે તો સમાજમાં વસતીનુ અસંતુલન પેદા થશે.સરકારે તેના પર ફરી વિચારણા કરવાની જરુર છે.પરિષદ જોકે સરકારની બે બાળકો પેદા કરવાની નીતિનુ સમર્થન કરે છે.

Share: