યુપી-ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપ સત્તા જાળવી રાખશે, જાણો પાંચ રાજ્યોના ચૂંટણી સર્વેના પરિણામો

યુપી-ઉત્તરાખંડ અને ગોવામાં ભાજપ સત્તા જાળવી રાખશે, જાણો પાંચ રાજ્યોના ચૂંટણી સર્વેના પરિણામો

નવી દિલ્હી,તા.9 ઓકટોબર 2021,શનિવાર

દેશના પાંચ રાજ્યોમાં આગામી વર્ષના પ્રારંભમાં જ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરનો સમાવેશ થાય છે.

એબીપીસી વોટર દ્વારા આ પાંચે રાજ્યમાં સર્વે કરાવાયો છે અને તેના પરિણામો જાહેર કરાયા છે.

જે પ્રમાણે યુપીમાં ફરી એક વખત ભાજપની સરકાર બની રહી છે. ભાજપ 241 થી 249 બેઠકો, સમાજવાદી પાર્ટી 130 થી 138 બેઠકો અને બસપા 20 સીટો તથા કોંગ્રેસ 3 થી 7 બેઠકો જીતી શકે છે.

ગોવામાં ભાજપ ફરી સત્તા કબ્જે કરી શકે છે. ગોવામાં ભાજપને 24 થી 38, કોંગ્રેસને 1 થી પાંચ, આપને 3 થી સાત અને અપક્ષોને 4 થી 7 બેઠકો મળવાની શક્યતાઓ છે.

મણીપુરમાં આ વખતે કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળે તેમ લાગતુ નથી. અહીંયા ભાજપને 21 થી 25, કોંગ્રેસને 18 થી 22 અને એનપીએફને 4 થી 8 બેઠકો મળવાની શક્યતા છે.

ઉત્તરાખંડમાં ભાજપ 42 તી 46 બેઠકો મેળવીને સત્તા જાળવી રાખે તેમ છે. ભાજપને 41 થી 46 તો કોંગ્રેસને 21 થી 25 બેઠકો મળે તેવી શક્યતા છે. અહીંયા આપને કોઈ ખાસ ફાયદો દેખાતો નથી. તેને 0 થી 4 બેઠકો મળે તેમ લાગી રહ્યુ છે.

પંજાબમાં 117 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં કોઈ પણ પાર્ટીને બહુમતી મળે તેમ લાગતુ નથી. આપને 49 થી 77, કોંગ્રેસને 39 થી 47 તેમજ અકાલી દળને 17 થી 25 બેઠકો તથા ભાજપને ઝીરો અથવા એક બેઠક મળે તેમ લાગી રહ્યુ છે.

Share: