યુપીમાં નેગેટિવ કોવિડ રિપોર્ટ વાળા લોકોને જ મળશે પ્રવેશ, યોગી સરકારનો નિર્ણય

યુપીમાં નેગેટિવ કોવિડ રિપોર્ટ વાળા લોકોને જ મળશે પ્રવેશ, યોગી સરકારનો નિર્ણય

નવી દિલ્હી, 18 જુલાઇ 2021 રવિવાર

ઉત્તર પ્રદેશની યોગી સરકારે આજે મહત્વનો નિર્ણય લીધો છે, તે મુજબ હવે યુપીમાં પ્રવેશ મેળવનારા લોકો માટે કોવિડ નેગેટિવ રિપોર્ટ ફરજિયાત બનાવી દેવામાં આવ્યો છે, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટીમ ટીમ 9 સાથે બેઠક યોજ્યા બાદ આ સુચના જારી કરવામાં આવી છે.

તેમના દ્વારા કહેવામાં આવ્યું કે 3 ટકા પોઝિટિવિટી રેટ કે તેથી વધુ સંખ્યા ધરાવતા રાજ્યોમાંથી ઉત્તર પ્રદેશમાં આવનારા લોકો માટે નેગેટિવ એનટીપીસીઆર રિપોર્ટ અનિવાર્ય કરવામાં આવે, વળી આ રિપોર્ટ 4 દિવસોથી મોડો ન હોવો જોઇએ, મુસાફરોને પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ જ પ્રવાસ શરૂ કરે. 

ટીમ 9 દ્વારા કહેવામાં આવ્યું છે કે જે લોકોએ રસીના બંને ડોઝ લગાવ્યા છે તેઓને કોવિડ ટેસ્ટમાંથી મુક્તિ મળી શકે છે. પરંતુ હજી પણ રાજ્યમાં સંપર્ક ટ્રેસિંગ અને ટેસ્ટિંગ પર ખૂબ ભાર મૂકવામાં આવશે. ટીમ 9 ની વતી અપીલ કરવામાં આવી છે કે, જે કોઈ રાજ્યમાં ઉચ્ચ કોવિડ પોઝિટિવિટી રેટ ધરાવતા રાજ્યમાંથી યુપીમાં આવે છે તેમનાં આગમન પર, એન્ટિજન ટેસ્ટ અને થર્મલ સ્કેનીંગ ચોક્કસ થવું જોઈએ.

Share: