યુક્રેનના સુમીમાં ફસાયેલા 700 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનુ મિશન આખરે શરુ

યુક્રેનના સુમીમાં ફસાયેલા 700 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનુ મિશન આખરે શરુ

નવી દિલ્હી,તા.8.માર્ચ.2022

યુધ્ધગ્રસ્ત યુક્રેનના સુમીમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવાનુ મિશન આખરે શરુ થઈ ગયુ છે.

મળતી જાણકારી પ્રમાણે અહીંયા ફસાયેલા 700 જેટલા વિદ્યાર્થીઓને હેમખેમ કાઢવા માટે રશિયાએ સીઝફાયરનુ આજે એલાન કર્યુ છે અને તેના પગલે હ્યુમન કોરિડોર બનાવીને વિદ્યાર્થીઓને પોલટાવા તેમજ રશિયાના બેલગોરોડ લાવવામાં આવશે. જ્યાંથી તેઓને હવાઈ માર્ગે અથવા રેલવે કે બસમાં કેટલીક પસંદગીની જગ્યાએ મોકલવામાં આવશે.ભારતીય દૂતાવાસની ટીમો પોલટાવા શહેરમાં હાજર હતી.આ ટીમો ભારતીય વિદ્યાર્થીઓને પાછી લાવવાની છે.

આ પહેલા પીએમ મોદીએ સોમવારે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી સાથે વાત કરી હતી અને એ દરમિયાન સુમીમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે તેમની મદદ માંગી હતી.

Share: