યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાની ઓફર ઠુકરાવી, કહ્યું- બેલારુસમાં વાત નહીં કરીએ

યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયાની ઓફર ઠુકરાવી, કહ્યું- બેલારુસમાં વાત નહીં કરીએ

કીવ, તા. 27 ફેબ્રુઆરી 2022 રવિવાર

યુક્રેનની રાજધાની કીવમાં દહેશતનો માહોલ છે, અહીં સતત સાયરન વાગી રહી છે. રશિયાના હુમલા હવે બેકાબૂ થતા જઈ રહ્યા છે. રશિયાની સેના ખારકીવમાં ઘૂસી ગઈ છે. હવે રશિયા યુક્રેનની રાજધાની કીવ પર કબ્જાની તૈયારીમાં છે. કીવમાં રશિયાએ ન્યુક્લિયર કચરા પર મિસાઈલ ફેંકી છે. રાજધાની કીવમાં હવે લોકો પોતાનો જીવ બચાવવા માટે ગામ તરફ ભાગી રહ્યા છે.

ચેર્નિહાઈવમાં પોલીસે રોક્યો રશિયાના ટેન્કનો કાફલો

યુક્રેનના ચેર્નિહાઈવ વિસ્તારમાં રશિયાની ટેન્કોનો કાફલો પોલીસે રોકી દીધો છે. યુક્રેનમાં રશિયાની સેના હવે ખારકીવની સાથે જ કીવમાં પણ ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહી છે.

બુખારેસ્ટથી 198 વિદ્યાર્થીને લઈને ઉડ્યુ ભારતીય વિમાન

યુક્રેન-રશિયાના યુદ્ધ વચ્ચે ત્યાં ફસાયેલા ભારતીયોને નીકાળવા માટે ઈન્ડિયન ગવર્નમેન્ટનુ અભિયાન ચાલુ છે. એર ઈન્ડિયાનુ AI 1942 વિમાન રોમાનિયાના બુખારેસ્ટના 198 વિદ્યાર્થીઓને લઈને દિલ્હી આવી રહ્યુ છે.

Share: