યુક્રેનના પોર્ટ સિટી મારીપોલ ખાતે રશિયાનો શસ્ત્રવિરામ

યુક્રેનના પોર્ટ સિટી મારીપોલ ખાતે રશિયાનો શસ્ત્રવિરામ


– શસ્ત્રવિરામ માત્ર શહેરની અંદર ઈજાગ્રસ્ત કે સારવાર હેઠળના લોકોને સુવિધા આપવા પૂરતો

કીવ, તા. 05 માર્ચ, 2022, શનિવાર 

યુક્રેનના પોર્ટ સિટી મારીપોલ ખાતે રશિયન દળોએ કબજો જમાવી લીધા બાદ હવે મારી પોલ અને વોલ્નોવાખા શહેર ઉપર ગોળીબાર કરવાનું બંધ કર્યું છે. યુક્રેન પક્ષ વતી આ ઘટનાને સીઝફાયર (શસ્ત્રવિરામ) ગણવામાં આવી રહ્યું છે. અહીં જાણવું જરૂરી છે કે, શિયાળો હોવા છતાં રશિયાએ આ બંને પોર્ટ સિટીના પાણી, વીજળી, ખોરાક અને અન્ય પુરવઠા બંધ કરી દીધા છે. આ શસ્ત્રવિરામ માત્ર શહેરની અંદર ઈજાગ્રસ્ત કે સારવાર હેઠળ લોકોને દવા, ખાવાનું અને અન્ય સામગ્રી પહોંચાડવા પૂરતો જ છે. 

Share: