મોરબી પુલ હોનારતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ન્યાયિક તપાસ માટે અરજી દાખલ

મોરબી પુલ હોનારતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, ન્યાયિક તપાસ માટે અરજી દાખલ

નવી દિલ્હી, તા. 01 નવેમ્બર 2022 મંગળવાર

મોરબી પુલ હોનારતનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. પુલની દુર્ઘટનાની સુપ્રીમ કોર્ટના નિવૃત જજના નેતૃત્વમાં SIT દ્વારા તપાસની માગ કરવામાં આવી છે. 

સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરી છે. વિશાલ તિવારીએ પોતાની અરજીમાં માગણી કરી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે સમગ્ર દેશના તમામ જૂના પુલ અથવા ઐતિહાસિક ધરોહર પર ભીડ એકત્ર થવા બાબતે નિયમો બનાવવામાં આવે. મોરબી પુલ હોનારતની ન્યાયિક તપાસ માટે દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર થઈ ગયુ છે. સુપ્રીમ કોર્ટ 14 નવેમ્બરે આ મામલે મહત્વની સુનાવણી કરશે.

મોરબી પુલ દુર્ઘટનાના પગલે 2 નવેમ્બરે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Share: