×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોરબીના પુલ તુટી પડવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો


- આ દુર્ઘટનામાં 141 લોકો મોતને ભેટ્યા છે

મોરબી, તા. 31 ઓક્ટોબર 2022, સોમવાર 

મોરબી દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોતા જોઈ શકાય કે, કોઈ પણ આ પુલને હલાવવાનો પ્રયત્ન નહોતું કરી રહ્યું પરંતુ આ પુલ અચાનક જ તૂટી ગયો છે. આ ભયાનક દુર્ઘટના કેમેરામાં કેદ થઈ છે. આ દુર્ઘટનાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે. 

મોરબી ખાતે રવિવારે સાંજે ઝૂલતો પુલ તુટી પડતા 141 લોકોનો જીવ ગયો હતો. આ દરમિયાન, આખી રાત મચ્છુ નદીમાં બચાવ કામગીરી ચાલી હતી. આ લખાય છે ત્યારે પણ નદીના તટમાં આ કામગીરી ચાલી રહી છે.

રાત્રે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રૂબરૂ સ્થિતિનો તાગ મેળવવા પહોંચી ગયા હતા. તેમણે રાહત અને બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.

આ દુર્ઘટનામાં કલમ 304, 308, 114 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે એવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ફરિયાદ થઈ હોવાનું એક ટ્વીટ કરી જાહેર કર્યું હતું પણ આ ઘટનામાં ગુનેગારો કોણ છે તે અંગે કોઈ ફોડ પાડ્યો ન હતો.

વધુ વાંચો: મોરબી બ્રિજ ઘટના: મૃત્યુઆંક 140ને પાર, બચાવ કામગીરી હજુ પણ ચાલુ

મોરબીની ઘટનામાં પોલીસ ફરિયાદ થઈ છે જેમાં સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ પુલનું સમારકામ કરનાર તેમજ સંચાલન કરનાર એજન્સી સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, ફરિયાદમાં બન્નેમાંથી એકપણ એજન્સીના નામ લખવામાં નથી આવ્યા.

પીએમ મોદીએ મોરબી દુર્ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે એકતા નગરથી સંબોધન કર્યું હતું આ દરમિયાન તેમણે મોરબી હોનારતને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદી મોરબી ઘટનાને યાદ કરી ભાવુક થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે, હું એકતા નગરમાં છું પરંતુ મારું મન મોરબીમાં છે.કર્તવ્યપથની જવાબદારીના કારણે તમારી સાથે છે. દુર્ઘટનામાં જેમના નિધન થયા છે તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.