×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી સરનેમ અંગે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

સુપ્રીમ કોર્ટ આજે મોદી સરનેમ ટીપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરશે. ગુજરાત હાઈકોર્ટે રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આ પછી પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

બે જજોની બેન્ચ કરશે સુનાવણી 

જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ પીકે મિશ્રાની બેંચ આ મામલે સુનાવણી કરશે. સીજેઆઈ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચે 18 જુલાઈના રોજ વરિષ્ઠ વકીલ અભિષેક સિંઘવીને આ બાબતનો ઉલ્લેખ કરીને અને તાત્કાલિક સુનાવણીની માંગણી કર્યા પછી રાહુલ ગાંધીની અરજી સાંભળવા માટે સંમત થયા હતા. તેમની અપીલમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો 7 જુલાઈના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહીં મુકવામાં આવે તો તે વાણી, અભિવ્યક્તિ, વિચાર અને નિવેદનની સ્વતંત્રતાને ગળે ટૂંપો આપી દેવા જેવું થશે.