×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોદી કેબિનેટે બજેટને આપી મંજૂરી: થોડી વારમાં રજૂ થશે બજેટ


નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી 2021 સોમવાર

દેશનુ સામાન્ય બજેટ આજે રજૂ થઈ રહ્યુ છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સવારે 11 વાગે બજેટ રજૂ કરશે. કોરોના સંકટ કાળમાં અર્થવ્યવસ્થાની રોકાયેલી રફ્તારને ફરીથી વધારવા માટે આ બજેટ પર દરેકની નજર છે. ટેક્સ અને રોજગાર દરેક મોર્ચે દેશને આ બજેટથી ઘણી આશા છે. 

દેશનુ બજેટ 2021-22 રજૂ થયા પહેલા સોમવારે શેર બજારોમાં રોનક રહી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જનુ સેન્સેક્સ લગભગ 400 અંકના વધારાની સાથે 46,617.95 અંક પર ખુલ્યુ જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જની નિફ્ટી 13,758.60 અંક પર રહ્યુ.


મેડ ઈન ઈન્ડિયા ટેબલેટમાં દેશનુ સામાન્ય બજેટ

નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને નાણા રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુર, નાણા મંત્રાલયથી રાષ્ટ્રપતિ ભવન માટે નીકળી ગયા છે. નાણા મંત્રી આજે સંસદમાં દેશનુ સામાન્ય બજેટ રજૂ કરશે. કોવિડના કારણે આ વર્ષે પહેલી વાર બજેટ પેપરલેસ થશે. નાણા મંત્રાલય મેડ-ઈન-ઈન્ડિયા ટેબલેટ દ્વારા નાણા મંત્રી બજેટ રજૂ કરશે. બજેટની સૉફ્ટ કૉપી, ઑનલાઈન ઉપલબ્ધ થશે.

બજેટને લઈને કોંગ્રેસ સાંસદનો વિરોધ

કોંગ્રેસ સાંસદ ગુરજીત ઔઝલા સંસદમાં કાળા કપડા પહેરીને આવ્યા છે. કોંગ્રેસે રાષ્ટ્રપતિના અભિભાષણના પણ બહિષ્કાર કર્યો હતો. હવે ખેડૂત આંદોલનના મુદ્દે કોંગ્રેસ સાંસદ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.