×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોટા સમાચાર: કેન્દ્ર સરકારે નક્કી કરી કોરોના રસીની કિંમત, ખાનગી હોસ્પિટલમાં આ દરે અપાશે વેક્સિન


નવી દિલ્હી, તા. 27 ફેબ્રુઆરી 2021, શનિવાર

કેન્દ્ર સરકારે રસીકરણ મામલે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે કોરોના રસીની કિંમત નક્કી કરી છે. 150 રૂપિયાનામાં કોરોના રસી કિંમત નક્કી કરાઈ છે. વહીવટી 100 રૂપિયા અલગથી ચાર્જ ચૂકવવાનો રહેશે, જ્યારે બીજી તરફ ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયામાં એક વેકસીન ડોઝ આપવામાં આવશે.

ભારતમાં કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે અને હવે રસીકરણનો બીજો તબક્કો શરૂ કરવામાં આવી રહ્યો છે. 


કોને મળશે રસી? 
પહેલી માર્ચથી ભારતમાં કોરોના વાયરસની રસી માટે બીજા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. સાથે સાથે 45 વર્ષથી વધુ વયના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસીના ડોઝ આપવામાં આવશે. 

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે
ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા વધારાનો ક્રમ યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 460 નવા કેસ નોંધાયા છે. 17 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક પણ હવે 2 હજારને પાર થઇ ગયો છે. હાલમાં 2 હજાર 136 એક્ટિવ કેસ છે. જ્યારે 38 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ-વડોદરા એમ બંને જિલ્લામાં કોરોનાના 100થી વધુ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં ઉથલો માર્યો કોરોનાએ
છ મનપાની ચૂંટણીમાં મતદાન થયા બાદ કોરોના વાઈરસે ફરીથી ઉથલો માર્યો છે. રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે..આથી વિજય રૂપાણીના નિવાસસ્થાને શુક્રવારે મોડી રાત્રે યોજાયેલી કોર ગ્રૃપની બેઠકમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 21મી ફેબ્રુઆરીએ પૂર્ણ થતી ચારેય મહાનગરોમાં કરફ્યૂના અમલનો નિર્ણય 1લી માર્ચથી 15મી માર્ચ સુધી યથાવત રાખવામાં આવ્યો છે.