×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોંઘવારીનો વિકાસ ચાલુ છે, અચ્છે દિન દેશ પર ભારે પડી રહ્યા છેઃ રાહુલ ગાંધી


નવી દિલ્હી,તા.9.જુલાઈ.2021

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારના વિરોધમાં રોજ ટ્વિટર પર વિરોધ કરવાનો નિત્યક્રમ બનાવી દીધો છે.

દેશમાં વધી રહેલી મોંઘવારી પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ કે, દેશમાં મોંઘવારીનો વિકાસ ચાલુ છે અને અચ્છે દિન દેશ પર ભારે પડી રહ્યા છે.પીએમ મોદી પર માત્ર તેમના મિત્રોની જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં કાળઝાળ મોંઘવારી પાછળનુ એક કારણ પેટ્રોલ ડિઝલના વધી રહેલા ભાવો છે.દેશના સંખ્યાબંધ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ 100 રુપિયા પ્રતિ લિટર પહોંચી ગયા છે.ભાવમાં સતત વધારો હજી પણ ચાલુ જ છે.

બે દિવસ અગાઉ રાજસ્થાનના પૂર્વ  ઉપમુખ્યમંત્રી સચિન પાટલોટે પણ કહ્યુ હતુ કે, વધતી મોંઘવારીથી લોકો પરેશાન છે અને કેન્દ્ર સરકાર મોંઘવારીને નાથવામાં નિષ્ફળ ગઈ છે.જ્યાં સુધી સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટાડે ત્યાં સુધી કોંગ્રેસનુ આંદોલન ચાલુ રહેશે.