મોંઘવારીનો વધુ એક ડામ: અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો

મોંઘવારીનો વધુ એક ડામ: અમૂલ દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો

અમદાવાદ, તા. 16 ઓગસ્ટ 2022, મંગળવાર

વિશ્વની સૌથી મોટી સહકારી મંડળી અમૂલે પણ જનતાને વધુ એક મોંઘવારીનો ડામ આપ્યો છે. અમૂલે દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દૂધના ઉત્પાદન અને અન્ય ખર્ચમાં વધારો થતા ભાવવધારો કર્યો છે. અમૂલ દૂધની તમામ બ્રાન્ડના ભાવ આવતીકાલથી જ વધી જશે.

  • અમૂલ ગોલ્ડમાં લીટરે રૂપિયા 2નો વધારો
  • અમૂલ શક્તિમાં પણ લીટરે રૂપિયા 2નો વધારો
  • અમૂલ ગોલ્ડના રૂપિયા 60ના 62 થયા

    કંપનીએ કરેલ જાહેરાત પ્રમાણે અમૂલ દૂધના ભાવમાં  17મી ઓગસ્ટ ,2022થી પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

    ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજીત ૨૦% જેટલો વધારો થયેલ છે. અમુલની પોલીસી અનુસાર દૂધ અને દૂધની વસ્તુઓ માટે ગ્રાહકો દ્વારા ચૂકવાતા પ્રત્યેક રૂપિયા પેટે લગભગ ૮૦ પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવે છે.

    Share: